<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

પોરબંદરમાં રોંગસાઇડ પુરપાટ કારની હડફેટે છકડો રિક્ષાઃ ૪ વ્‍યકિતઓને ઇજા

શહેરમાં બેફામ ગતિએ ટુ-વ્‍હીલરો અને ફોર વ્‍હીલરો ચલાવનારા યુવાનો તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કોઇ પગલા નહી લેવાતાની વ્‍યાપક ફરિયાદો

પુરપાટ આવતી કારની હડફેટે છકડો રિક્ષાના અકસ્‍માતની તસ્‍વીરો.(તસ્‍વીરઃ જયોત પારેખ, પોરબંદર)

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૬: જલારામ કોલોનીની નજીક મોડી રાત્રીના પુરપાટ આવતી કારની હડફેટે છકડો રિક્ષા ચઢી જતા અકસ્‍માતમાં ૪ વ્‍યકિતઓને ઇજા થઇ હતી.

જલારામ કોલોની પાસે પુરપાટ આવતી કારની સામે છકડો રિક્ષાને હડફેટે લેતા છકડો રિક્ષામાં બેઠેલા ચાર વ્‍યકિતઓને ઇજા થતા સારવાર માટે હોસ્‍પિટલે લઇ જવામાં આવ્‍યા છે.

આ અકસ્‍માતમાં કાર ચાલક અને ઇજાગ્રસ્‍તોના નામ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં કેટલાક દિવસથી નાના-મોટા અકસ્‍માતો દરરોજ ક્રમ બની ગયો છે. યંગ જનરેશન બેફામ સ્‍પીડથી બાઇક અને ફોર વ્‍હીલરો ચલાવતા હોવાનું જોવા મળે છે. જે સામે કોઇ પગલા લેવાતા નથી. શહેરમાં ટ્રાફિક વ્‍યવસ્‍થાના અભાવે વારંવાર ટ્રાફિકજામ થાય છે. બીજીબાજુ ટ્રાફિક નિયમોને ખુલ્લે આમ ભંગ કરનારા સામે પગલા લેવાતા નથી તેવી વ્‍યાપક ફરિયાદો ઉઠી છે.

શહેરના સાંકડા રસ્‍તામાં પણ વાહનો રાત્રે એલોઝનની સફેદ ફુલ લાઇટથી પસાર થતા સામેવાળા વાહન ચાલક અંજાય છે. ટ્રાફિક વ્‍યવસ્‍થાના અભાવે શહેરમાં રાહદારીઓને પણ આવન-જાવનમાં ભારે મુશ્‍કેલી પડી રહી છે.

(1:18 PM IST)