<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

વિસાવદર તાલુકાનાં દુધાળા(ગીર) ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ રિંગદાર બોરિંગનો પ્રારંભ થતા જ રાત્રે માત્ર ૪૫ ફૂટના ઊંડાણે જ પાણીનો ધોધ છુટયો

અર્ધી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને ગ્રામજનોએ ખુશખુશાલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું છે કે, વિસાવદર તાલુકાના દુધાળા ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રિંગદાર મંજુર થતા બોરિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને માત્ર ૪૫ ફૂટના ઊંડાણે ભરપૂર પાણી આવેલ છે.  રાત્રિના ૧૨ વાગ્યે આખું ગામ હાજર હતું, ગામના ચૂંટાયેલા આગેવાનો અને તમામ સમાજના વડીલો પણ હાજર રહ્યા હતા, ગ્રામજનોમાં ખુશી છવાયેલ છે.
દરમિયાન દુધાળા(ગીર)નાં અગ્રણી ગુલમોહમ્મદભાઈ મકરાણીનાં જણાવ્યા અનુસાર વિસાવદર તાલુકાના દુધાળા(ગીર) ગામે રાત્રિએ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દુધાળા ગામમાં ખૂબ જ સારી નામના અને પ્રતિષ્ઠા ધરાવતા મુસ્લિમ સમાજના પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા ગુલમોહમ્મદભાઈ મકરાણીનાં નિવાસ્થાને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય જયસુખભાઈ પાઘડાળ, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ પાટડીયા, વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય-પ્રતિનિધિ ભાવેશભાઈ ચાવડા તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ ગુલમોહમ્મદભાઈના ઘરે રૂબરૂ હાજરી આપી સામાજિક સદભાવના દર્શાવી હતી. દુધાળા(ગીર) ગામમાં લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર અવ્યવસ્થા અને હાલાકી પ્રવર્તતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગામ માટે ખાસ પાણીની યોજના મંજૂર કરાવવામાં આવી હતી. આ મંજૂર થયેલી પાણીની લાઇન અને નવી વ્યવસ્થાનું મોડી રાત્રે ગોપાલભાઈ ઇટાલિયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે થયેલા આ લોકાર્પણથી ગ્રામજનોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમ ગુલમોહમ્મદભાઈએ જણાવ્યું છે.

(11:06 PM IST)