<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

જામનગર-ખંભાળિયા હાઈવે ટુ WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના રોડ ડેવલપમેન્ટ કામને પગલે

લાખાબાવળના પાટિયાથી ગઢવીવાસ સુધીનો રસ્તો આગામી તા.૧૬ નવેમ્બર સુધી બંધ રહેશે : વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ

જામનગર:જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળમાં આવેલ જામનગર-ખંભાળિયા હાઈવે ટુ W.H.O. ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના રોડ ડેવલપમેન્ટ તથા સી.સી. રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને કારણે તા.૧૬ નવેમ્બર, ૨૦૨૬ સુધી સંબંધિત માર્ગ બંધ રહેશે. તેમ જામનગર મ્યુનિસિપલ કમિશનર તથા જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન દીપેશ કેડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું છે
આ સમયગાળા દરમિયાન લખાબાવળના પાટિયાથી ગઢવીવાસ સુધીનો રસ્તો બંધ રહેશે. વાહનચાલકો તથા સ્થાનિક રહેવાસીઓને અવરજવર માટે ગઢવીવાસથી ચંદરીયા સ્કૂલથી હાઈવેને જોડાતા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ-૩૯૨ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમ જાહેરનામામાં જણાવાયું છે.

(9:23 PM IST)