તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
સાવરકુંડલા વિસ્તારમાં પશુ દવાખાના કામો માટે રૂ. ૪.૧૯ કરોડની મંજૂરી
ક્રાંકચ, પાંચતલાવડા, વંડા અને વીજપડી સહિતનાં ગામોમાં પશુ આરોગ્ય સેવાઓને મળશે વેગ

(ઇકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલા : તા.૧૭, સાવરકુંડલા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન વ્યવસાયને વધુ સુદૃઢ બનાવવા અને પશુપાલકોને પશુઓની સારવાર માટે સ્થાનિક સ્તરે સુવિધા મળી રહે તેવા હેતુથી પશુ દવાખાનાંનાં બાંધકામ માટે કુલ રૂ. ૪.૧૯ કરોડનાં કામોને મંજૂરી આપવામાં આવી છે.
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં પશુ દવાખાનાંનાં બાંધકામ માટે ક્રાંકચ ૧.૧૧ કરોડ , પાંચતલાવડા ૦.૮૬ લાખ, વંડા ૧.૧૧ કરોડ અને વીજપડી ૧.૧૧ કરોડ સહિતનાં ગામો માટે નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. આ કામો પૂર્ણ થયા બાદ સ્થાનિક પશુપાલકોને પશુઓની સારવાર માટે દૂરનાં સ્થળોએ જવાની મુશ્કેલીમાં રાહત મળી શકે છે. સાથે જ પશુઓની સમયસર તપાસ, જરૂરી સારવાર અને પશુ આરોગ્યને લગતી સેવાઓ વધુ સુલભ બનશે.
આ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવા બદલ ધારાસભ્ય મહેશભાઇએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીનો કસવાલાએ આભાર વ્યક્ત કર્યો હતો. કસવાલાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પશુપાલન ક્ષેત્રની સુવિધાઓમાં વધારો કરવો જરૂરી છે. પશુ દવાખાનાંનાં બાંધકામ માટે મળેલી મંજૂરીથી વિસ્તારના પશુપાલકોને લાભ મળશે અને પશુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મદદ મળશે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
