<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ઠગાઇ વિશ્વાસઘાતમાં ગયેલ રૂ.૫૨,૦૦,૦૦૦/- ફક્‍ત આઠ દિવસમાં પરત કરી

‘‘તેરા તુજકો અર્પણ'' સુત્ર સાર્થક કરતી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ, પશ્ચિમ કચ્‍છ-ભુજ''

ભુજઃ  લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ, પヘમિ કચ્‍છ ભુજનો સંપર્ક કરી   આરોપીઓ (૧) રાહુલ સોની જેનું સાચુ નામ અલ્‍તાફ હુશેન જત રહે.ગાંધીનગરી ભુજ તથા (૨) હાજી વલીમામદ કકલ રહે.ગાંધીનગરી ભુજ વાળાઓ એકસંપ થઈ ગુન્‍હાહિત કાવતરૂ રચી બજાર ભાવ કરતા સસ્‍તુ સોનુ આપે છે તેવી  હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે  ખોટા નામ ધારણ કરી  મીટીંગ કરી સોનાના બિસ્‍કીટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતા ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી પાસેથી સને-૨૦૨૪ ના વર્ષમાં અલગ-અલગ સમયે રૂ. ૭૫,૦૦,૦૦૦/- લઇ બે સોનાના બિસ્‍કીટ કિં.રૂ.૧૪,૦૦,૦૦૦/- ના આપી બાકીના રૂ.૬૧,૦૦,૦૦૦/- નુ સોનું આપવાની લાલચ આપી તે રૂપીયા મેળવી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા ફરીયાદીને  પરત નહી આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્‍હો કરેલ.

જે  તપાસ દરમ્‍યાન લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ગણતરીના કલાકોમા ઉપરોક્‍ત આરોપીઓ પાસેથી કુલ્લે રૂ.૫૨,૦૦,૦૦૦/- ઠગાઇ વિશ્વાસઘાત કરી લીધેલ રકમ કબ્‍જે કરવામાં આવેલ અને ફરીયાદ દાખલ થયા બાદ આઠ દિવસના ટુંકા ગાળા દરમ્‍યાન નામ. કોર્ટ ભુજના હુકમ અન્‍વય પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર   એમ.એચ.શીણોલ તથા એચ.આર.જેઠી  લોકલ ક્રાઇમ બ્રાન્‍ચનાઓ દ્વારા અરજદાર  હિરાલાલ હપારામ ચૌધરી રહે.-જોધપુર રાજસ્‍થાન વાળાને બોલાવી કુલ્લે રૂ.૫૨,૦૦,૦૦૦/- પરત કરી ‘‘તેરા તુજકો અર્પણ'' સુત્ર સાર્થક કરેલ છે.

(12:12 PM IST)