હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં ગટર સમસ્યા ઉકેલનારને રૂ.૫,૫૫૫નું ઈનામ! ભાજપના કોર્પોરેટરનો અનોખો વિરોધ
ગુલાબનગરમાં ૬-૭ વર્ષથી ભૂગર્ભ ગટર બ્લોક, તંત્ર સામે આક્રોશઃ અગાઉ રૂ.૧,૧૧૧નું ઈનામ જાહેર કર્યું હતું, હવે રકમ વધારીને રૂ.૫,૫૫૫ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: જામનગર મહાનગરપાલિકા તંત્ર સામે શહેરના જ એક ભાજપના કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર પ્રકાશ રાઠોડે ગટરની સમસ્યા ઉકેલનાર એન્જાિનિયર કે કોન્ટ્રાક્ટરને પોતાના ખિસ્સામાંથી રૂ.૫,૫૫૫નું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
જામનગર તા. ૨૨ - ગુલાબનગર વિસ્તારની સિન્ડિકેટ સોસાયટી શેરી નં. ૩ અને શ્યામ ટાઉનશીપમાં છેલ્લા ૬ થી ૭ વર્ષથી ભૂગર્ભ ગટર બ્લોક રહે છે. કોર્પોરેટર પ્રકાશ રાઠોડના જણાવ્યા મુજબ વારંવાર નિરીક્ષણ કરવા છતાં અને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. જેના કારણે સ્થાનિકોએ ગટરનું ગંદુ પાણી ટાંકા મારફતે ખેંચવાની ફરજ પડી રહી છે.
આ સમસ્યાને લઈને અગાઉ પણ કોર્પોરેટરે રૂ.૧,૧૧૧ના ઈનામની જાહેરાત કરી હતી, પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા હવે તેમણે ઈનામની રકમ વધારીને રૂ.૫,૫૫૫ કરી દીધી છે.
આ સમસ્યાનો ઉકેલ લાવનાર મનપાના કોઈપણ એન્જાિનિયર કે કોન્ટ્રાક્ટરને આ ઈનામ આપવામાં આવશે તેવું તેમણે જાહેર કર્યું છે. આ સાથે તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત પણ કરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
