<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

કચ્છના મુન્દ્રામાં MPL કંપનીમાં અકસ્માત બાદ શ્રમિકના મોતની અફવા ફેલાતા શ્રમિકોમાં ઉશ્કેરાટ : કંપનીઓની બસોમાં તોડફોડ : જુઓ વિડીયો

ઈજાગ્રસ્ત શ્રમિક હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ : હાલત સ્થિર : ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ યા.૩૦ :  કચ્છના મુન્દ્રામાં MPL કંપનીમાં અકસ્માત બાદ શ્રમિકના મોતની અફવા ફેલાતા શ્રમિકોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. 

          ટોળાએ કંપનીઓની બસોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. 

             ઈજાગ્રસ્ત શ્રમિક હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું પોલીસે જણાવ્યું છે. ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મામલે પશ્ચિમ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:40 PM IST)