<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

જામકંડોરણાના ૪૬ લાખના દારૂ પ્રકરણમાં વોન્‍ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

પકડાયેલા દિપક હુણ ભાણવડના વિદેશી દારૂના ગુન્‍હામાં પણ વોન્‍ટેડે હોવાનું ખુલ્‍યુ

રાજકોટ તા. રપ :.. જામકંડોરણાના ૪૬ લાખના વિદેશી દારૂ પ્રકરણમાં વોન્‍ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી ભાણવડના દારૂ પ્રકરણમાં વોન્‍ટેડ હોવાનું ખુલ્‍યું છે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક  વિજય સિંહ ગુર્જરે દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે  રૂરલ એલસીબીએ

 જામકંડોરણા પો. સ્‍ટે. ના  ઇંગ્‍લીશ દારૂની કંપની સીલબંધ ૭૫૦ એમ.એલ.માપ ની કુલ બોટલ નંગ-૩૭૨૦/-કીમત રૂ.૪૬,૦૦,૮૦૦/- તથા વાહનો નંગ-૦૪ જેની કિંમત રૂા.૪૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૫ કિમત રૂા.૫૫,૦૦૦/- એમ કુલ મળીને કુલ મુદામાલ કિમત રૂ.૮૬,૫૫,૮૦૦/-સાથે ચાર આરોપીઓને પકડી પાડવામા આવેલ બાદ તપાસ દરમ્‍યાન અન્‍ય બે આરોપીના નામ ખુલેલ જેઓને ઉપરોક્‍ત ગુનાના કામે અટક કરેલ બાદ આરોપી દીપક લાખાભાઈ હુંણ રહે.મેલાણ તા.જામજોધપુર, જીલ્લો-જામનગર વાળાનું તપાસ દરમ્‍યાન નામ ખુલેલ અને મજકુર આરોપી ઉપરોક્‍ત ગુનાના કામે છેલ્લા છ માસથી  નાસતો ફરતો હોય અને તે જેતપુર-જેતલસર ચોકડી પાસે હોવાની બાતમી મળતા તેને પકડી પાડી જામકંડોરણા પોલીસના હવાલે કરાયો હતો.

પકડાયેલ દિપક હુણ ભાણવડના દારૂના ગુન્‍હામાં પણ વોન્‍ટેડ છે અને તેની સામે અગાઉ જામજોધપુર પો. સ્‍ટે.માં દારૂનો ગુન્‍હો નોંધાયો છે.

જેતપુર, જેતલસર ચોકડી પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ જેતપુર તાલુકા પો.સ્‍ટે. ખાતે સોપી આપી જામકંડોરણા પો.સ્‍ટે. ખાતે જાણ કરેલ છે.

આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્‍ય એલસીબી ના પોલીસ  ઇન્‍સ્‍પેકટર  જે.પી.રાવ, પો.સબ ઈન્‍સ.  કે.એમ.ચાવડા,  આર.વી.ભીમાણી,  એચ.સી.ગોહીલ,  પી.એન.ભરવાડ, એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા તથા બાલક્રુષ્‍ણભાઈ ત્રીવેદી, ભાવેશભાઈ ચાવડા, પો.હેડ કોન્‍સ. મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મણવર, અર્જુનભાઈ ડવેરા,મનદીપસિંહ જાડેજા, પો.કોન્‍સ. ભરતભાઈ ગમારા  શક્‍તિસિંહ ઝાલા તથા ડ્રા.પો.કોન્‍સ. અબ્‍દુલભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી

(11:28 AM IST)