તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
રીબડા ગામ-સીમમાં રૂરલ પોલીસનું કોમ્બીંગ
સડક પીપળીયા ગામના દેવીપુજક પરિવાર ઉપરના ખૂની હૂમલા-ફાયરીંગ પ્રકરણમાં આરોપી ધ્રુવરાજસિંહને ઝડપી લેવા : એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી, એસઓજી સહિત ૧૦ ટીમો દ્વારા આરોપીને આશરે સ્થાનો પર દરોડા

રાજકોટ, તા.૬ : ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં બકરા ચારવા પ્રશ્ને ખાર રાખી દેવીપુજક પરિવાર ઉપર ખૂની હુમલો અને ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલ રીબડાના ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લેવા રૂરલ પોલીસ દ્વારા ગઇકાલે રાત્રે રીબડા ગામ અને રીબડા સીમમાં કોમ્બીંગ કરાયુ હતું. પરંતુ આરોપી મળી આવ્યો ન હતો.
મળતી વિગતો મુજબ સડક પીપળીયા ગામની સીમમાં રહેતા મમતાબેન ગોપાલભાઇ સોલંકીએ આરોપી ધ્રૂવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, સમીર તથા ૪ અજાણ્યા શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ધ્રુવરાજસિંહ તથા સમીર નામના વ્યક્તિ તથા તેની સાથેના બીજા ચાર અજાણ્યા આરોપીઓએ રીબડના રાજેન્દ્રસિંહની વાડીમાં બકરા ચારવા પ્રશ્ને થયેલ ઝઘડાનો ખાર રાખી ફરીયાદીના ઘરમાં ઘૂસી ઇજા પામનાર સાહેદ ભીમાભાઈ સહિત બે ઉપર લોખંડના પાઇપ અને લાકડીથી ખૂની હૂમલો કર્યો હતો. ત્યારબાદ આરોપી ધ્રુવરાજસિંહ હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. ઇજાગ્રસ્ત બન્નેને રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા.
આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકત આરોપીઓ સામે હત્યાની કોશિષ સહિતની કલમ તથા ગુન્હો દાખલ કરી આરોપી કરણ સુનિયા બામણીયા (રહે.વરજર ગામ તા.ભાંભરા, જી.અલીરાજપુર), અરમાન મૈયુદીન હોથી (રહે.સર્વોદય સોસાયટી શાપર-વેરાવળ) સમીર કાસમ વિસળ (રહે.હડમતીયા, ભેંસાણ), સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઇ ઝાલા (રહે.ગુંજાલા તા.દેત્રોજ) તથા એક સગીરને ઝડપી લીધા હતા.
દરમિયાન ખૂની હુમલા અને ફાયરિંગ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે.રીબડા)ને ઝડપી લેવા ગઇકાલે રાત્રે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગોંડલ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નેજા તળે રૂરલ એલસીબી, રૂરલ એસઓજી સહિત ૧૦ પોલીસ અધિકારીઓની ટીમઓ કોમ્બીંગ કરી રીબડા ગામ અને રીબડા ગામની સીમમાં આરોપીના આશરે સ્થાનો ઉપર દરોડા પાડયા હતા પરંતુ આરોપી હાથ આવ્યો ન હતો.
રૂરલ પોલીસ દ્વારા આરોપી ધ્રુવરાજસિંહના ઘરે, ધ્રુવરાજસિંહના સંબંધીઓ તથા વાડી વિસ્તારના તેના આશરે સ્થાનો પર પોલીસ ટીમો દ્વારા તપાસ હાથધરાઇ હતી.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
