તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ઓપરેશન સાયબર સુરક્ષિત સ્પેસ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ગ્રામીણ બહેનો સાથે સાયબર સંવાદ
ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા, ધૂંવાવ ખાતે તાલીમ હેઠળ રહેલ ૭૫ જેટલી કન્યાઓને પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.કે.જાલા દ્વારા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અપાઈ

જામનગર :પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજયનાઓ દ્વારા લોકોમાં સાયબર અવેરનેસ ફેલાવવા માટે શરૂ કરવામાં આવેલ ઓપરેશન સાયબર સુરક્ષિત સ્પેસ અભિયાન સંદર્ભે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય દ્વારા અપાયેલ સુચના અનુસંધાને તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચનાથી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આઇ.એ.ઘાસુરાના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઓફ ઇન્ડીયા સંચાલિત ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા, ધૂંવાવ ખાતે તાલીમ હેઠળ રહેલ ૭૫ જેટલી કન્યાઓને પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.કે.જાલા દ્વારા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવેલ જેમાં ખાસ કરીને ઓનલાઇન ગેમીંગથી થતા માનસિક નુકશાન, ડીજીટલ એરેસ્ટ, બનાવટી શોપીંગ વેબસાઇટ, વિવિધ સોશીયલ નેટવર્કીંગ વેબસાઇટના ટુ સ્ટેપ વેરીફીકેશન અને જાતે પાસવર્ડ કઇ રીતે બનાવવા તે અંગે માહિતી આપવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓએ કઇ રીતે ઓનલાઇન સુરક્ષિત રહેવું?
તે અંગે માહિતગાર કરવામાં આવેલ. તેમજ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ વિશે માહિતી આપવામાં આવેલ હતી. આ સેમિનાર દરમ્યાન કોન્સ્ટેબલ શ્રધ્ધાબેન વૈશ્નાણી મદદમાં રહેલ હતા.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
