<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

જસદણના કુંદણી ગામે રૂરલ એસઓજીએ મહેશ ખાચરને બે પિસ્‍તોલ-કાર્ટીસ સાથે ઝડપી લીધો

માથાકુટ ચાલતી હોય બોધરાવદરના જયસુખ વાઘેલા મારફત એમ.પી.ના શખ્‍સ પાસેથી બન્ને પિસ્‍તોલ લીધી'તીઃ બન્નેની શોધખોળ તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૩: જસદણના કુંદાણી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી બે દેશી પિસ્‍તોલ અને કાર્ટીસ સાથે એક શખ્‍સને ઝડપી લઇ પિસ્‍તોલ આપનાર બે શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર  રાજકોટ ગ્રામ્‍ય દ્રારા ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમો શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને રૂરલ એસઓજીએ મહેશ ઉર્ફે મહાવીર સ/ઓ બાવકુભાઈ ખાચર રહે,કુંદણી ગામ તા.જસદણ જી.રાજકોટ વાળાએ પોતાના કબ્‍જામાં દેશી બનાવટની પીસ્‍ટલ તથા પીસ્‍ટલના કાર્ટીઝ રાખેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે મજકુર ઇસમના કબ્‍જામાંથી દેશી નાવટની પીસ્‍ટલ (હથીયાર) નંગ-૦૨ જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા પીસ્‍ટલના રાઉન્‍ડ નંગ-૦૪ જેની કિ.રૂ.૪૦૦/- એમ કુલ કિ.રૂ.૧,૦૦,૪૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્‍ટેશન ખાતે આર્મ્‍સ એકટ મુજબનો ગુન્‍હો દાખલ કરી પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.

મહેશ ઉર્ફે મહાવીર સ/ઓ બાવકુભાઈ ખાચર જાતે કાઠી દરબાર ઉ.વ.ર૪ રહે.કુંદણી ગામ તા.જસદણ જી.રાજકોટ

પકડાયેલ મહેશએ પોલીસ પુછતાછમાં  માથાકુટ ચાલતી હોવાથી આત્‍મરક્ષણ માટે હથિયારો રાખ્‍યા હતા અને દોઢેક મહીના પહેલા બોધરાવદરના જયસુખ ઉર્ફે જેસો વલ્લભાઇ વાઘેલા મારફત મધ્‍યપ્રદેશના શાકીલ મન્‍સુરી પાસેથી આ બન્ને પિસ્‍તોલ લીધી હતી. પિસ્‍તોલ અને કાર્ટીઝની ડિલીવરી ચોટીાલ જઇને લાવ્‍યો હોવાનું પણ કબુલ્‍યુ છે. પોલીસે આ બન્ને સપ્‍લાયરને વોન્‍ટેડ કરી તેમની શોધખોળ શરૂ કરી છે. મહેશ વિરૂધ્‍ધ જસદણ અને ભાડલા પોલીસ મથકમાં પ્રોહિબિશનના અડધો ડઝન ગુના નોંધાયેલા છે.

આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી.શાખાના પો.ઇન્‍સ.  એફ.એ.પારગી, એસ.ઓ.જી શાખાના પો.સબ.ઇન્‍સ. જી.જે.ઝાલા, તથા પો.હેડ.કોન્‍સ. વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, પો.કોન્‍સ રણજીતભાઇ ધાધલ, વિપુલભાઇ ગોહિલ, નવદિપભાઇ બાબરીયા દ્રારા કરવામાં આવેલ છે.(

(11:32 AM IST)