<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

વીજ લાઈન નાખવાની ઉતાવળખેડૂતોના વિરોધ છતાં તંત્ર દ્વારા બળજબરીપૂર્વક માર્કેટ રેટ કમિટીની કાર્યવાહી શરૂ કરાયાનો નેહુલ અમૃતિયાનો આક્ષેપ.

એકતરફી કાર્યવાહી કરી વેલ્યુઅર નીમી દેવામાં આવશે. કોને છે? કંપનીને કે સરકારને? જેતપરમાં MRC બેઠકની નોટિસ બજાવતા ખેડૂતોમાં રોષ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :જેતપર ગામમાં રેવન્યુ તલાટી મંત્રી માર્કેટ રેટ કમિટી (MRC) માટે નોટિસ બજાવવા આવતા ખેડૂતોમાં ફરી એકવાર ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેતપર પંથકના રેવન્યુ તલાટી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસની બજવણી કરવામાં આવી છે. આ નોટિસમાં ખેડૂતોને 25 સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરી ખાતે MRC કમિટીની બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે. નોટિસના પોઈન્ટ નંબર 4 માં એવી શરત મૂકવામાં આવી છે કે જો 25 તારીખે ખેડૂત કે તેમના પ્રતિનિધિ હાજર નહીં રહે તો, તેઓ પોતાનો વેલ્યુઅર નીમવા કે કમિટીમાં ભાગ લેવા માંગતા નથી તેમ માનીને કલેક્ટર કચેરી દ્વારા એકતરફી કાર્યવાહી કરી વેલ્યુઅર નીમી દેવામાં આવશે. કોને છે? કંપનીને કે સરકારને? જેતપરમાં MRC બેઠકની નોટિસ બજાવતા ખેડૂતોમાં રોષ.

માત્ર 2 દિવસની ટૂંકી નોટિસના પગલે ખેડૂત આગેવાનો અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ સવાલ ઉઠાવ્યો છે કે માત્ર 2 દિવસમાં ખેડૂત કાયદાકીય સલાહ માટે વકીલ પાસે ક્યારે જાય અને વાંધા અરજી કેવી રીતે તૈયાર કરે? વળી, ગામ, રાજ્ય કે દેશની બહાર રહેતા ખેડૂતો આટલા ટૂંકા સમયમાં કેવી રીતે હાજર થઈ શકે?
નેહુલ અમૃતિયા દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય વાંધાઓ અને આક્ષેપો.
નિયમ મુજબ પહેલા TSP કંપની દ્વારા ખેડૂતોને નોટિસ આપવાની હોય છે, પરંતુ કંપનીને બદલે સીધી કલેક્ટર કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. અગાઉ 4 જુલાઈ 2026 ના પરિપત્રનો 360 થી વધુ ગામોએ લેખિતમાં વિરોધ નોંધાવ્યો હોવા છતાં, પ્રશાસન દ્વારા ખેડૂતો પર બળજબરીપૂર્વક MRC કમિટી થોપવામાં આવી રહી છે. જેતપર પંથકમાં વીજ લાઈન હેઠળ આવતા 182 થી વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર જેમના ખેતરમાં થાંભલા (પોલ) આવે છે તેમને જ નોટિસ આપવામાં આવી રહી છે, જ્યારે ઉપરથી પસાર થતા વાયર કોરિડોર વાળા ખેડૂતોને નજરઅંદાજ કરાયા છે.
કંપનીઓના હિતમાં કામ ક૨ીને ખેડૂતોના બંધારણીય અને કાયદાકીય અધિકારો છીનવવાની વહીવટી તંત્રની આ ઉતાવળ સામે કિસાન સમિતિ અને ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કરી આગળની કાનૂની લડત માટેની તૈયારીઓ દર્શાવી છે. વીજ કંપનીઓ દ્વારા કાયદાકીય રીતે અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ આપીને કોઈ જાણ ક૨વામાં આવી નથી, છતાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા માર્કેટ રેટ કમિટી માટે ઉતાવળ કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ સવાલ ઉઠાવ્યો છે કે, વીજ લાઈન નાખવાની આટલી બધી ઉતાવળ કોને છે? કંપનીને કે સરકારને? પ્રશાસનની આ કામગીરી દર્શાવે છે કે સરકાર અને તંત્ર ખેડૂત હિતેચ્છુ નહીં, પરંતુ વીજકંપની હિતેચ્છુ તરીકે કામ કરી રહ્યા છે

(12:59 AM IST)