<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

જૂનાગઢના ગિરનારમાં બ્રાઝિલથી આવેલા સાધ્વીજી પહોંચ્યાં:મહાકુંભ બાદ લીલી પરિક્રમામાં જોડાયા

સાધ્વીજી,ભારતીય સંસ્કૃતિએ વિદેશી સાધ્વીજીને આકર્ષિત કર્યા:ગીતા વાંચનથી ભારત પ્રત્યે જાગ્યો લગાવ

જૂનાગઢના ગિરનારમાં બ્રાઝિલથી આવેલા સાધ્વીજી પહોંચ્યાં છે ,મહાકુંભ બાદ લીલી પરિક્રમામાં જોડાયા છે,ભારતીય સંસ્કૃતિએ વિદેશી સાધ્વીજીને આકર્ષિત કર્યા છે ,ગીતા વાંચનથી ભારત પ્રત્યે લગાવ જાગ્યો છે,એક વર્ષથી ભારતમાં સાધના રહી કરે છે  

જૂનાગઢના પવિત્ર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થા, ભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિનું અનોખું કેન્દ્ર બની છે. બ્રાઝિલથી ભારત આવેલી સાધ્વીજી હોય કે મહારાષ્ટ્ર, પોરબંદર અને અમદાવાદથી આવેલા ભાવિકો, સૌ કોઈ ગિરનારની પાવન ભૂમિ પર પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કોઈ ભગવદ્ ગીતા અને ગુરુપરંપરાથી પ્રેરાઈને આ યાત્રામાં જોડાયું છે, તો કોઈ ભજન-કીર્તન અને અભંગો દ્વારા ભક્તિમાં લીન બન્યું છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વીજળી, પીવાના પાણી, આરોગ્ય, સુરક્ષા અને અન્નક્ષેત્રોની સુવિધાઓને પણ પરિક્રમાર્થીઓએ બિરદાવી છે. શ્રદ્ધા, ભક્તિ અને પ્રકૃતિના સાનિધ્યમાં યોજાતી આ પરિક્રમા દેશ-વિદેશના ભાવિકો માટે યાદગાર આધ્યાત્મિક અનુભવ બની રહી છે.

(7:09 PM IST)