તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
પોરબંદરના મેયર તરીકે સાગર મોદીની વરણી
ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે વિક્રમભાઇ ઓડેદરાની વરણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૬ : પોરબંદરમાં આજે મહાનગર પાલીકાના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મેયર, ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે ભાજપના હોદેદારોની વરણી થઇ છે.
આજે કોર્પોરેશનના સભાખંડ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરો ઉપસ્થિત રહયા હતા. જેમાં મેયર તરીકે સાગર (રાજેશ) મનુભાઇ મોદી, ડે. મેયર તરીકે મનીષ કરશનભાઇ શિયાળ અને સ્ટે. કમીટીના ચેરમેન તરીકે વિક્રમભાઇ ઓડેદરા, શાસક પક્ષના નેતા તરીકે હર્ષદભાઇ પ્રેમજીભાઇ બામણીયા અને દંડક તરીકે ક્રિષ્નાબેન અનીલભાઇ કોટીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
