<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

પોરબંદરના મેયર માટે સાગરભાઇ મોદી અને નિરવભાઇ દવે દ્વારા દાવેદારી

મહાનગરપાલીકાની ચુંટણી પુર્ણ થયા બાદ ગાંધીનગરથી ૩ ચુંટણી નિરીક્ષકો ‘સેન્‍સ' લેવા આવ્‍યા ડેપ્‍યુટી મેયરપદે મહિલા ઉમેદવારની પસંદગીની શકયતાઃ સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેનપદે ધર્મેશભાઇ પરમારનું નામ ચર્ચામાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., રઃ મહાનગર પાલીકાની ચુંટણી પુર્ણ થયા બાદ મેયર, ડે.મેયર અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પદ માટે તેમજ જીલ્લા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પદની પસંદગી માટે ગાંધીનગરથી ૩ ચુંટણી નિરીક્ષકો ‘સેન્‍સ' લેવા આવ્‍યા છે.

મહાનગર પાલીકામાં ભાજપની પ્રચંડ બહુમતીથી જીત થયા બાદ મહાનગર પાલીકાના મેયરપદે દાવેદારી નોંધાવવામાં શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી અને નિરવભાઇ દવેના નામ આગળ છે. મેયરપદ માટે અન્‍ય દાવેદારો મેદાનમાં છે.

મહાનગરપાલીકાના ડેપ્‍યુટી મેયર પદે મહિલા ઉમેદવારની પસંદગી થાય તેવી સંભાવના છે. સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેનપદે ધર્મેશભાઇ પરમારનું નામ ચર્ચામાં છે.

પોરબંદર આવેલા ચુંટણી નિરીક્ષકો જીલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ માટે સેન્‍સ લેવામાં આવે તેવી  શકયતા છે. જિલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણીમાં ‘કમળ' ખીલ્‍યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખપદે જિલ્લા પંચાયતના પ્રમુખની પુત્રી શીતલબેન ઓડેદરા અને બખરલાના રીધ્‍ધીબેન ખુંટી દ્વારા દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નામ માટે ‘સેન્‍સ' લેવાય તેવી શકયતા છે.

(1:42 PM IST)