<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

જામનગરના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતા સંતો તથા રાજકીય આગેવાનો

જામનગર:જામનગરના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઓશવાળ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, સ્વામી નારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજ સ્વામીજીએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી ઉપરાંત ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશ અકબરી, મુળુભાઇ બેરા, મેઘજી ચાવડા સહિતના અગ્રણીઓએ  શુભેચ્છાઓ પાઠવી હતી. 

(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:24 PM IST)