તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘા-ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૧૨ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને
કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ
આજે શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા, સ્વર્ણ આભૂષણો શણગાર કરાયો અને ગર્ભગૃહને લાલ તથા ગુલાબી ગુલાબના ફૂલોથી
શણગાર કરવામાં આવ્યો હતો.
સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનૉ અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
