તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 5th November 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એકાદશી નિમિતે ગુલાબ,ઓર્કિડ,રંગબેરંગી મિક્સ ફૂલોનો શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૫ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ એકાદશી નિમિતે આજે ગુરુવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આકર્ષક વાઘા અને ગુલાબ, ઓર્કિડ તેમજ વિવિધ પ્રકારના રંગબેરંગી મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
સવારે 5:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શન અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
