News of Sunday, 28th June 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઈડરી વર્કના ભવ્ય વાઘા :200 કિલો સુખડીનો અન્નકૂટ : સિંહાસન ગલગોટા-ગુલાબના ફૂલોથી શણગારાયું : મારુતિ યજ્ઞનું આયોજન
રવિવારે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામીએ ઉતારી શણગાર આરતી : દિવ્ય દર્શનનો લાભ લેવા હજારો હરિભક્તો ઉમટ્યા : મંદિર પરિસર શ્રી ષ્ટભંજનદેવ હનુમાન દાદાની જય...' ના નાદથી ગુંજી ઉઠ્યું : વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામે ભક્તિભાવનો માહોલ

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે રવિવારના રોજ ભક્તિભાવનો અનેરો માહોલ જોવા મળ્યો હતો.સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે વિશેષ એમ્બ્રોઈડરી વર્કવાળા ભવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. સાથે જ
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 200 કિલો સુખડીનો અન્નકૂટ પણ ધરાવાયો હતો.
આજે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની શણગાર આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરે
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સમગ્ર સિંહાસનને હાજરીગલ એટલે કે ગલગોટા અને ગુલાબના મિક્સ ફૂલોથી અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. ફૂલોના શણગારથી સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું સ્વરૂપ અનેરું દિવ્ય લાગતું હતું.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા
મંદિર પરિસરમાં આજે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર અને પવિત્ર દિવસ હોવાથી આ દિવ્ય દર્શનનો લહાવો લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો સાળંગપુર ધામે ઉમટી પડ્યા હતા. ભક્તોની ભારે ભીડને કારણે સમગ્ર મંદિર પરિસર "કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાની જય" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
