News of Monday, 23rd November 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘા-રંગબેરંગી ઓર્કિડ-મિક્સ ફૂલોનો શણગાર- મીઠાઈનો અન્નકૂટ
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૨૩ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને
દિવ્ય શણગાર કરાયો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને મોરપીંછની કલગીથી સુશોભિત પાઘ, વાદળી રંગના મોતી જડિત વાઘા અને અલંકારો ધારણ કરાવવામાં આવ્યા હતા. રંગબેરંગી ઓર્કિડ વિગેરે મિક્સ ફૂલોનો શણગાર સાથે વિવિધ મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
સવારે મંગળા આરતી 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ દર્શન અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
