તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ વિગેરે ફૂલોનો દિવ્ય શણગાર : ઘારીનો અન્નકૂટ
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૨૫ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આજે રવિવારે સફેદ ગુલાબ વિગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. અનેક ભક્તો દ્વારા
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ધજા ચઢાવાઈ હતી.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કારવમાં આવ્યું હતું. આ દર્શન અને મહાપ્રસાદનૉ અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
