News of Saturday, 18th April 2026
ભુજના લોડાઈમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધઃફૂડ પોઈઝનિંગના કેસ નોંધાતા તંત્ર સતર્કઃ લોકોનું સર્વે કરાયું
રોગચાળાને ધ્યાને રાખી તંત્રનો નિર્ણયઃ રસ્તા પર પાણીપુરી વેચવા પર મનાઈઃ આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ શરૂ

ભુજ, તા.૧૮: કચ્છના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગના કેસોમાં વધારો થતા તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. રોગચાળાને ધ્યાને રાખીને લોડાઈમાં રસ્તા પર પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.લોકોનું સર્વે કરાયું છે.ભુજના લોડાઈમાં પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગના વધુ ૩૪ કેસ નોંધાયા છે. એકસાથે આટલા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે હાલ પૂરતો રસ્તા પર ખુલ્લામાં પાણીપુરી વેચવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્તોની સારવારની સાથે ગામમાં પાણી અને ખાદ્યપદાર્થોના નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
