તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ઉપલેટામાં ‘વિશ્વ વણિક સામાજિક સંગઠન' પ્રેરિત સમસ્ત વણિક એકતા મંચ યુવક મંડળની કારોબારી ટીમની વરણીઃ
ઓલ ઇન્ડિયા સામાજિક સંગઠનના પ્રમુખ ભરતભાઇ દેલીવાળા અને ટીમની પ્રેરક ઉપસ્થિતિ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૨૮ :.. ઉપલેટા વણિક સમાજની એકતા અને ઉત્કર્ષ માટે સતત કાર્યરત માતળસંસ્થા વિશ્વ વણિક સામાજિક સંગઠન પ્રેરિત સમસ્ત વણિક એકતા મંચ યુવક મંડળ - ઉપલેટા શહેર શાખાની સ્થાપના કરવામાં આવી છે. વણિક સમાજના જુદા-જુદા ફિરકાઓ અને વાડાઓને એક મંચ પર લાવી ‘પહેલા હું વણિક છું'ની ભાવના દ્રઢ કરવાના ઉદ્દેશ સાથે આ સંગઠનની રચના કરવામાં આવી છે. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા સામાજિક સંગઠનના પ્રમુખશ્રી તેમજ તેમની સમગ્ર ટીમ ખાસ ઉપલેટા ખાતે ઉપસ્થિત રહી હતી. સંસ્થાના અધ્યક્ષશ્રી ભરતભાઈ દેલીવાળા તથા ટ્રસ્ટી અમિતભાઈ સર્વદમનભાઈ શેઠ સહિત ઉપસ્થિત વડીલો અને હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ યુવક મંડળની નવી કારોબારી ટીમની સર્વાનુમતે ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે જય મહેન્દ્રભાઈ વસ્તાણી તેમજ ઉપઙ્ઘમુખ પદે તેજસ રાજેશભાઈ ચોક્સી, પાર્થ અશ્વિનભાઈ કોઠારી અને ઙ્કતીક બકુલભાઈ વોરાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી પદે અભિષેક શૈલેષભાઈ ધોળકિયા, સહ મંત્રી પદે હર્ષિત રશ્મિકાંત રાણપુરા અને ખજાનચી તરીકે યોગેશ ભૂપતભાઈ ગોરસિયા તેમજ સહખજાનચી તરીકે રૂતેશભાઈ ગુલાબરાય શેઠની પસંદગી કરવામાં આવી છે.
કારોબારી સભ્યો તરીકે કશ્યપ વસ્તાણી, કુશલ વાલાણી, અનિકેત ધોળકિયા, જીત ધોળકિયા, મનદીપ શેઠ, મિત રાણપરીયા, ધૈર્ય શાહ, જલ્પેશભાઈ હળવદીયા, કલ્પેશભાઈ શાહ, જૈનમ હળવદીયા, કેવલ બખાઈ, ઉજ્જવલ શાહ, પાર્થ ચોક્સી, ચિંતન કારાવડિયા, દીક્ષિત ધોળકિયા, નૈમિશ ગોરસિયા, તૂષાર ફુલર, હિરેન ધીણોજા તેમજ અલ્પેશભાઈ મવાણીની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારો અને કારોબારી સભ્યોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિમણૂંક પત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉપલેટા શહેરમાં વસતા સમસ્ત વણિક સમાજના યુવાનો એકતા સાથે વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં સહભાગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી. નવી કારોબારીની રચના થતાં સમગ્ર વણિક સમાજ અને આગેવાનો દ્વારા ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. (તસ્વીર : ભોલુ રાઠોડ ઉપલેટ),
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
