તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ઉપલેટામાં ગાળો બોલવાની ના પાડતા સફાઇ કામદાર ઉપર છરીથી હુમલો
ધોરાજીના સુપેડી ગામે માતા-પુત્ર ઉપર પાવડાના હાથાથી હુમલો

રાજકોટ તા. રરઃ ઉપલેટામાં ગાળો બોલવાની ના પાડતા સફાઇ કામદાર ઉપર એક શખ્સે છરીથી હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ કાંતીભાઇ નાનજીભાઇ જેઠવા ઉ.વ. પપ ધંધો સફાઇ કામદાર રહે. ઉપલેટા કોટેજ હોસ્પીટલની સામે, વાલ્મિકી વાસ તા. ઉપલેટાએ આરોપી યુનુસશાહ ફકીર રહે. ઉપલેટા સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ નગરપાલીકાના શૌચાલયની સામે આરોપી તથા ેનો ભાઇ બંને ઝઘડો કરતા હોય અને ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ આરોપીને ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી તેના હાથમાં છરી હોય તે ફરીયાદીને મારવા માટે પાછળ દોડેલ અને ફરીયાદીને ડાબા પગના સાથળના પાછળના ભાગે છરી મારી ઇજા કરી હતી.
આ ફરીયાદ અન્વયે ઉપલેટા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં ધોરાજીના સુપેડી ગામે, જુની ચામુંડા હોટલની પાછળ, શિવાય પ્લાસ્ટીકના કારખાનામાં જયાબેન વા/ઓ પરસોતમભાઇ વરદોડીયા તથા તેના પુત્રને આરોપી શ્યામ સંતોકી તથા રૂપેશ સંતોકી રે. ઉપલેટાએ ગાળો આપી ઝાપટ મારી પાવડાના હાથાથી હુમલો કરતા જયાબેનને માથાના ભાગે પ ટાંકા આવ્યા હતા આ અંગે ઇજાગ્રસ્ત જયાબેનને ઉકત બંન્ને સામે ફરીયાદ કરતા ધોરાજી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
