<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીમાં સરદાર પટેલની ૧૫૧મી જન્‍મ જયંતીની ઉત્‍સાહભેર ઉજવણી

 

(અશોક પટેલ દ્વારા)મોવિયા તા.૨: ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે શ્રી સરદાર પટેલ યુવા ફાઉન્‍ડેશન દ્વારા લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્‍મ જયંતી ની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દેરડી કુંભાજી લેઉવા પટેલ સમાજ ખાતે શ્રી સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા પૂજન કરી એક વિશાળ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્‍યું હતું તેમ જ આ શોભાયાત્રા ઉમા પાર્ટી પ્‍લોટ ખાતે પૂર્ણ થયા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી ત્‍યારબાદ ઉપસ્‍થિત લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. શ્રી સરદાર પટેલ સમગ્ર દેશના એક મહાન નેતા હતા તેમજ ૫૬૨ દેશી રજવાડાઓને એક કરી એક અખંડ ભારતનું નિર્માણ કરી આ દેશને એકતાના તાતણે બાંધી અને દેશને મજબૂત બનાવ્‍યો હતો.

(10:50 AM IST)