તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
માનસર નજીક મચ્છુ નદીમાં બેફામ રેતી ચોરી મામલે સરપંચે ખાણ ખનીજ વિભાગને કરી લેખિત રજૂઆત.
માનસરથી વનાળીયા અને નારણકા તરફ હિટાચી મશીનથી થતા ખનનથી સરકારને કરોડોનું નુકસાન, ખેડૂતોની જમીન બંજર બનવાની ભીતિ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના માનસર ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે માનસર ગ્રામ પંચાયતના સરપંચે ખાણ ખનીજ વિભાગ અને મોરબી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક ખનન અટકાવવાની માંગ કરી છે.
માનસર ગ્રામ પંચાયતના સરપંચ જિતેન્દ્ર ઠોરીયા દ્વારા મોરબી જિલ્લા પંચાયતના ખાણ ખનીજ વિભાગને આજ રોજ એક લેખિત રજૂઆત ક૨વામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, માનસરથી વનાળીયા તેમજ માનસરથી નારણકા તરફના મચ્છુ નદીના પટમાં હિટાચી મશીનો દ્વારા સાદી રેતીનું બેફામ ખનન કરવામાં આવી રહ્યું છે. આ મોટાપાયે ચાલતી રેતી ચોરીના કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
વધુમાં રજૂઆતમાં જણાવ્યું છે કે, નદીમાં બેફામ ખનનને કારણે પાણીમાં ક્ષારનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે મળતું પાણી ખારું થઈ જાય છે અને આસપાસના ખેડૂતોની જમીન પણ બંજર બની રહી છે. ખેડૂતો અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે આ વિસ્તારમાં ચાલતી ખનીજ ચોરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સરપંચ દ્વારા કરવામાં આવી છે
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
