તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત સર્વોત્તમ ડેરી દ્વારા સફાઈ ઝુંબેશ યોજાઈ : ડેરી પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ અપાયો
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સર્વોત્તમ ડેરી) અને તેની સાથે સંયોજિત જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં હાથ ધરાયો સર્વગ્રાહી સફાઈ કાર્યક્રમ : "સ્વચ્છ ભારત – સુંદર ભારત" ના સંકલ્પને કરાયો મજબૂત

સિહોર: હાલ રાજ્ય સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિશેષ "સેવા સંકલ્પ અભિયાન" ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સર્વોત્તમ ડેરી, સિહોર) ખાતે "સેવા સંકલ્પ અભિયાન" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંઘના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી. તા. ૨૩/૦૯/૨૦૨૬ ના રોજ સર્વોત્તમ ડેરીના આંતરિક પરિસરમાં તેમજ તેની સાથે સંયોજિત જિલ્લાની તમામ દૂધ મંડળીઓના કર્મચારીઓ દ્વારા સર્વગ્રાહી સફાઈ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સામૂહિક શ્રમદાન દ્વારા "સ્વચ્છ ભારત – સુંદર ભારત" ના સંકલ્પને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરાયો હતો. અભિયાન દરમિયાન ડેરી પરિસરમાં સૌએ સાથે મળીને શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સર્વોત્તમ ડેરી પરિવારે સ્વચ્છતા એ માત્ર એક અભિયાન નથી, પરંતુ સૌની સામૂહિક જવાબદારી હોવાનો મહત્વપૂર્ણ સંદેશ પાઠવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સર્વોત્તમ ડેરી રાષ્ટ્રીય, સામાજિક તેમજ લોકોપયોગી કાર્યોમાં હંમેશા અગ્રેસર રહી છે. રાષ્ટ્રના કાર્યોમાં મદદરૂપ થઈને છેવાડાના માનવીને વિકાસકાર્યમાં જોતરી તેનો વિકાસ કરવાની નેમ સાથે સર્વોત્તમ ડેરી સતત કાર્યરત છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
