<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદની રાહઃ રાપરમાં દોઢ ઇંચ વરસ્‍યો

વાદળા બંધાય છે પરંતુ ધોધમાર ન વરસતા ચિંતાઃ પવનના સૂસવાટા- ઉકળાટ યથાવત

રાજકોટ તા.૨૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સોૈ કોઇ સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહયા છે ત્‍યારે કચ્‍છના રાપરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. વાદળા છવાય છે પરંતુ ધોધમાર વરસાદ પડતો નથી. પવનના સૂસવાટા ફુંકાઇ છે અને ઉકળાટ યથાવત છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ આજે સખ્‍ત ઉકળાટભર્યા વાતાવરણ વચ્‍ચે પૂર્વ કચ્‍છના વાગડ વિસ્‍તારના રાપરના ગેડી તથા આસપાસના ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ તુટી પડયો હતો. તેમ જ જોત જોતામાં પાણી વહી નિકળ્‍યા હતા. જયારે રાપર શહેરમાં જોરદાર ઝાપટા સાથે પાણી વહી નીકળ્‍યા હતા. જો કે જિલ્લામાં અન્‍યત્ર ભારે બફારા વચ્‍ચે લોકો વરસાદની રાહ જોઇ રહયા છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ શહેરમાં કાલે સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્‍યો હતો. ત્‍યારે ખોખરા હનુમાન રોડ અને તેની આસપાસના વિસ્‍તારોમાં સવારે ૧૦:૪૪ કલાકની આસપાસ હળવું વરસાદી ઝાપટું પડ્‍યું હતું.

સવારના સમયે અચાનક જ વરસાદી માહોલ બંધાતા અને ઝાપટું આવી પડતા રસ્‍તાઓ  પર પાણી ફરી વળ્‍યા હતાં. વરસાદના કારણે સ્‍થાનિક વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને બફારા તેમજ ગરમીમાંથી આંશિક રાહતનો અહેસાસ થયો હતો.

જામનગર

(મુકંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૬, લઘુતમ ૨૮, ભેજ ૭૪ ટકા, પવનની ઝડપ ૧૨.૭ કિ.મી. છે.(

(11:36 AM IST)