તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં બેવડી ઋતુનો મારઃ સવારે ઠંડકનો ચમકારો, બપોરે આકરો ઉનાળો
રાજ્યમાં સૌથી ગરમ શહેર રાજકોટ-૩૯ ડિગ્રીએ લોકોના હાલ બેહાલ, ઠંડી-ગરમીના ચક્કરમાં વાયરલ તાવના કેસ વધ્યા

રાજકોટ, તા.૨૬: રાજ્યમાં હવામાને પલટો માર્યો છે અને લોકો બેવડી ઋતુનો માર સહન કરી રહ્યા છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તો બપોર થતા જ સૂરજ આગ ઓકવા લાગે છે. સવારે ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીએ લોકોને દ્વિધામાં મૂકી દીધા છે.
મિશ્ર હવામાન વચ્ચે રાજકોટ શહેરે ગરમીમાં રેકોર્ડ તોડ્યો છે. ૩૯ ડિગ્રી તાપમાન સાથે રાજકોટ આજે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની ગયા હતા અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમ અને પવનની દિશા બદલાવાના કારણે આ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. આગામી ૪૮ કલાક સુધી આવી જ સ્થિતિ યથાવત રહેશે.
ઠંડી અને ગરમીના કારણે શહેરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓમાં વાયરલ તાવ, શરદી-ઉધરસ અને તાવના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. તબીબોએ લોકોને સવારે ઠંડીથી બચવા અને બપોરે પૂરતું પાણી પીવા તેમજ બહાર નીકળતી વખતે માથું ઢાંકવાની સલાહ આપી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
