તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 5th November 2026
સાવરકુંડલાઃ રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના અંતર્ગત ૧૮૨ વડીલોને સાધન સહાય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૫: વયોવૃદ્ધ નાગરિકોને જીવનમાં વધુ સુવિધા, સરળતા અને આત્મનિર્ભરતા મળી રહે તેવા ઉમદા હેતુથી ભારત સરકારની રાષ્ટ્રીય વયોવળદ્ધ યોજના અંતર્ગત વયોવળદ્ધો માટે ઉપયોગી નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમ સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જિલ્લા પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા દ્વારા યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૮૨ લાભાર્થીઓને ૧,૦૧૨ વિવિધ પ્રકારનાં ઉપયોગી સહાયક સાધનોનું વિતરર્ર્ણં કરવામાં આવ્યું હતું. આ સાધન સહાય પેટે કુલ રૂ. ૧૩.૪૪ લાખની સહાર્ર્યં લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી.
આ યોજનાનો મુખ્ય હેતુ વયોવળદ્ધ નાગરિકોને તેમની દૈનિક જીવનશૈલીમાં પડતી મુશ્કેલીઓ ઘટાડવા, જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ તેમને વધુ સુગમ અને સ્વાવલંબી જીવન જીવવામાં મદદરૂપ થવાનો છે.
મહાનુભાવોએ લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરી સરકારની આ લોકકલ્યાણકારી યોજનાનો લાભ વધુમાં વધુ વયોવળદ્ધ નાગરિકો સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પાનસુરીયા,નગરપાલીકા પ્રમુખ નયનાબેન કાપડીયા,તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન મહીડા ,વિભાગના અધિકારી પુજાબેન પટેલ સહિતના જીલ્લા ભાજપ પરિવાર, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
