<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

સાવરકુંડલાઃ રાહુલ ગાંધીની ઉપસ્‍થિતીમાં માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેનોનું સંમેલન

 

સાવરકુંડલાઃ આવનારી ચૂંટણીઓમાં ભાજપ સામે પૂરા જોશ જુસ્‍સા સાથે ચૂંટણીઓ લડવા માટે દિલ્‍હી ખાતે લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની ખાસ ઉપસ્‍થિતિમાં દેશના નવ રાજ્‍યના કોંગ્રેસ માઇનોરેટી  ડિપાર્ટમેન્‍ટ ચેરમેનોનું એક મહાસંમેલન મળ્‍યું હતું આ સંમેલન માં લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલગાંધીએ જણાવેલ હતું કે આવનારી ચૂંટણીઓ લડવાની છે ડરવાનું નથી અને સ્‍થાનિક સ્‍તરથી ડિસ્‍ટિક અને રાજ્‍ય અને દેશ લેવલ નું સગઠન માળખું વધુ મજબૂત બનાવો તેવી વિસ્‍તળત પણે માહિતી આપી હતી. આ  પ્રસંગે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન અને રાજ્‍યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી એ કહેલ કે માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ કોંગ્રેસ પક્ષ સાથે પૂરી વફાદારી પૂર્વક જોડાયેલ છે વફાદારી પૂર્વક કામ કરે છે મુસ્‍લિમોને ડરવા અને ધમકાવાનું કામ ભાજપ વાળા કરી રહ્યા છે મગર માઇનોરેટી ડરને વાળા નહીં હૈ હમ ખડે હૈ આ મહાસંમેલનમાં ગુજરાત રાજ્‍ય કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વજીરખાન પઠાણે જણાવેલ હતું કે માઇનોરેટી  ડિપાર્ટમેન્‍ટના એક એક કાર્યકર ભાજપ સામે પૂરા જુસ્‍સા સાથે ચૂંટણી લડે છે અને લડતો રહેશે. આ દિલ્‍હી ખાતે રાહુલ ગાંધીએ  બોલાવેલ માઇનોરેટીના મહાસંમેલનમાં ગુજરાત રાજ્‍ય માઇનોરેટી  ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વજીરખાન પઠાણ અને વાઇસ ચેરમેન નાસિરખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા.(તસ્‍વીર- અહેવાલઃ ઇકબાલ ગોરી- સાવરકુંડલા

(1:32 PM IST)