<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સાવરકુંડલા-લીલીયા હવે બનશે ‘ફાટક મુક્‍ત' ત્રણ રેલવે અન્‍ડરબ્રિજ માટે રૂ.૩૨.૫૪ કરોડ મંજૂર

 

(દીપક પાંધી- ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૧: વર્ષો સુધી રેલવે ફાટકો પર અટવાતી જિંદગીઓ, લાંબી વાહનોની કતારો, વિદ્યાર્થીઓનો બગડતો સમય, વેપાર-ધંધાને પડતી અસર અને ઇમરજન્‍સી સમયે એમ્‍બ્‍યુલન્‍સને પણ રાહ જોવી પડતી મુશ્‍કેલીઓ હવે ઇતિહાસ બનવા તરફ આગળ વધી રહી છે. સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્‍તારને ‘ફાટક મુક્‍ત' બનાવવાના ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાલાના દૃઢ સંકલ્‍પને હવે કેન્‍દ્ર સરકારની મંજૂરીનું મજબૂત બળ મળ્‍યું છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા રૂ. ૩૨.૫૪ કરોડના ખર્ચે ત્રણ મહત્‍વપૂર્ણ રેલવે અન્‍ડરબ્રિજોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે અને તેની ટેન્‍ડર પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ સાથે જ વર્ષોથી પ્રજાને સતાવતી સમસ્‍યાના કાયમી નિરાકરણની દિશામાં ઐતિહાસિક શરૂઆત થઈ છે.

આ યોજના અંતર્ગત લીલીયા શહેરના LC-41C (લીલીયા જાહેર હોસ્‍પિટલ નજીક), LC-42B-1 (અમરેલી-ક્રાંકચ રોડ, નાના લીલીયા ફાટક) તથા સાવરકુંડલા શહેરના LC-61C (સ્‍મશાન પાસેના રેલવે ફાટક) ખાતે આધુનિક અન્‍ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

આ સફળતા પાછળ ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાલાના સતત અને દૃઢ પ્રયાસો રહેલા છે. તેમણે રેલવે વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ અને ટેકનિકલ એન્‍જિનિયરો સાથે સ્‍થળ મુલાકાતો કરી, ટ્રાફિકનો અભ્‍યાસ કરાવ્‍યો, વાહનોની દૈનિક અવરજવર, સ્‍થાનિકોની મુશ્‍કેલીઓ અને ભવિષ્‍યની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને યોગ્‍ય ટેકનિકલ વિકલ્‍પો રજૂ કર્યા હતા. આ સઘન અનુસંધાન બાદ કેન્‍દ્ર સરકારે અન્‍ડરબ્રિજોને મંજૂરી આપી ટેન્‍ડર પ્રક્રિયા શરૂ કરી છે.

આ અંગે ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્‍યું હતું કે, ઙ્કમારા માટે વિકાસનો અર્થ માત્ર રસ્‍તા કે મકાનો નથી, પરંતુ લોકોના સમયનું મૂલ્‍ય, તેમની સુરક્ષા અને જીવનને સરળ બનાવવું છે. સાવરકુંડલા અને લીલીયાના રેલવે ફાટકો વર્ષોથી પ્રજાની પીડાનું કારણ રહ્યા છે. કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે ‘ફાટક મુક્‍ત સાવરકુંડલાપ્રલીલીયા'ના સંકલ્‍પને સાકાર કરવાની ઐતિહાસિક શરૂઆત થઈ છે. આ તો વિકાસયાત્રાનું પ્રથમ પગથિયું છે; હજુ અનેક લોકહિતના કાર્યોને સાકાર કરવા માટે હું સતત પ્રયત્‍નશીલ રહીશ.

આ મહત્‍વપૂર્ણ નિર્ણયને સમગ્ર સાવરકુંડલાપ્રલીલીયા પંથકમાં આવકાર મળ્‍યો છે. વેપારીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સામાજિક સંસ્‍થાઓ અને સામાન્‍ય નાગરિકોએ વર્ષો જૂની સમસ્‍યાના કાયમી નિરાકરણ તરફ આગળ વધેલા આ ઐતિહાસિક પગલાં બદલ ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાલાના પ્રયાસોની પ્રશંસા કરી છે.

આ સાવરકુંડલા- લીલીયાને ફાટક મુકત મુકત કરવા દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ,અમરેલી જીલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયાનો ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાલાએ માન્‍યો હતો

(1:20 PM IST)