તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
સાવરકુંડલાઃ જંગલી પ્રાણીઓના ત્રાસથી પાકના રક્ષણ માટે મેડા ખેડૂતોને સરળતાથી ઉપલબ્ધ કરાવો
ધારાસભ્ય મહેશ કસવાલાની વનમંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાને રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૯: સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ રાજયના વનમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાને પત્ર પાઠવીને જંગલી પ્રાણીઓના વધતા ત્રાસથી પરિસ્થિતિમાં ખેડુતોને પાકના રક્ષણ માટે મચાણ (મેડા) સરળતાથી અને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માનવભક્ષી સિંહો તથા દીપડાઓના વધતા જતા ત્રાસ અને તેના કારણે સર્જાતી ગંભીર પરિસ્થિતિથી આપ અવગત છો. તાજેતરમાં સાવરકુંડલા, રાજુલા તથા કુંકાવાવ વિસ્તારોમાં સિંહ અને દીપડાના હુમલાઓને કારણે જાનહાનિની દુઃખદ ઘટનાઓ બની છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં વિસ્તારના ખેડૂતો, ખેતરમાં કામ કરતા મજૂર વર્ગ તેમજ ગ્રામજનોમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી છે.ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં હાજર રહેવું પડતું હોય છે. આવી પરિસ્થિતિમાં જંગલી પ્રાણીઓના હુમલાનો સતત ભય રહેતો હોવાથી તેમની સુરક્ષા સુનિヘતિ કરવી અત્યંત જરૂરી બની છે.
આથી વિનંતી છે કે અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને પાકના રક્ષણ માટે સુરક્ષિત મચાણ (મેડા) સરળ પ્રક્રિયા દ્વારા તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા તથા જરૂરી માર્ગદર્શિકા અને સહાય પૂરી પાડવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ખેડૂતો પોતાના પાકની રક્ષા કરી શકે અને તેમની જાનમાલની સુરક્ષા પણ સુનિヘતિ થઈ શકે.આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં ત્વરિત અને હકારાત્મક નિર્ણય કરવા માંગ કરી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
