<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

મોરબીના કમલમ ખાતે ભુપેન્‍દ્રભાઈની ઉપસ્‍થિતિમાં આયોજિત બેઠકમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો રેલીની તૈયારીઓ અંગે ચર્ચા

આગામી ૨૭મી તારીખે રાજકોટ ખાતે યોજાનારી વિશાળ રેલી અંગે અપાયું માર્ગદર્શનઃ સંગઠનને વધુ મજબૂત બનાવવા પર અપાયો ભાર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૬: રાજ્‍યના મુખ્‍યમંત્રીની અધ્‍યક્ષતામાં મોરબી કમલમ ખાતે સૌરાષ્‍ટ્ર ઝોનના પદાધિકારીઓની એક અગત્‍યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સૌરાષ્‍ટ્રના તમામ પ્રભારી, ધારાસભ્‍યો, સાંસદો, નગરપાલિકા અને પંચાયતોના પ્રમુખો તેમજ મહાનગરપાલિકાઓના નવા મેયરોએ ખાસ હાજરી આપી હતી. લોકશાહીના રક્ષણ માટે આગામી ૨૭મી તારીખે સાંજે ૪ વાગ્‍યે રાજકોટ ખાતે લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો નામની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ રેલીમાં વધુમાં વધુ લોકો જાગળત થઈને જોડાય તે સુનિヘતિ ક૨વા માટે સંગઠન દ્વારા આ બેઠકમાં વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક અંગે ભાજપે જાહેર કર્યું છે કે, મુખ્‍યમંત્રી સ્‍વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં પધારવાના હતા અને તેની સાથે સૌરાષ્‍ટ્ર ઝોનની આ સંગઠનાત્‍મક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ મહત્‍વપૂર્ણ બેઠકમાં મુખ્‍યમંત્રી ઉપરાંત સંગઠન મહામંત્રી રતાકરજી, સૌરાષ્‍ટ્ર ઝોનના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, નવા વરાયેલા સૌરાષ્‍ટ્ર ઝોનના સંગઠન મહામંત્રી અરુણભાઈ બિન્નાડીજી અને રાજ્‍યના કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. રાજકોટ ખાતે યોજાનારી રેલીને સફળ બનાવવા માટે તમામ સ્‍તરના નેતાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું.આ સંગઠનાત્‍મક બેઠકમાં અંદાજિત ૩૫૦ જેટલા લોકોની ઉપસ્‍થિતિ અપેક્ષિત હતી, જેની સામે ૨૩૭ જેટલા પદાધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્‍યત્‍વે લોકોમાં જાગળતિ લાવીને રેલીમાં બહોળી સંખ્‍યામાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્‍યું હતું

 

(11:53 AM IST)