News of Friday, 20th November 2026
ભાવનગરમાં 'લોકતંત્ર બચાવો - અરાજકતા હટાવો' પદયાત્રા સંપન્ન થઇ: હલુરીયા ચોક ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યો
જીતુભાઇ વાઘાણીએ કહ્યું-પદયાત્રાનો હેતુ લોકતંત્રને મજબૂત અને સશકત બનાવવા માટૅ, દેશના સર્વાંગી વિકાસ અને સ્થિરતા જાળવવા માટૅ, સંવિધાન અને લોકશાહીના મૂલ્યોને બચાવવા માટૅનો છે.

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજ શુક્રવારના રોજ ભાવનગરના હલુરીયા ચોકથી 'લોકતંત્ર બચાવો - અરાજકતા હટાવો' પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ. દિલ્હીના ધારાસભ્ય અજયભાઇ મહાવર, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આ પદયાત્રાનો હેતુ લોકતંત્રને મજબૂત અને સશકત બનાવવા માટૅ, દેશના સર્વાંગી વિકાસ અને સ્થિરતા જાળવવા માટૅ, સંવિધાન અને લોકશાહીના મૂલ્યોને બચાવવા માટૅનો છે. કેન્દ્ર તેમજ રાજ્યના પદાધિકારીશ્રીઓ અરુણ બિન્નાડી, કુંવરજીભાઈ બાવળીયા, જગદીશભાઈ, કૌશિકભાઈ વેકરીયા સહીત શહેર અને જિલ્લાના ધારાસભ્યો તેમજ ભાવનગર શહેર અને જિલ્લાના અધ્યક્ષઓ કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ સહીત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને રાષ્ટ્રપ્રેમી ભાવેણાવાસીઓ આ પદયાત્રામાં ઉમટી પડ્યા હતાં. લોકતંત્ર બચાવવા માટૅનાસુત્રોચારો અને તિરંગા તેમજ કેસરિયા ધ્વજો દ્વારા વાતાવરણ અલૌકિક, ભવ્ય અને રાષ્ટ્ર્રમય બની ગયું હતું
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
