તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ગિરનાર બચાવો આંદોલનઃ કાલે જૂનાગઢમાં મહારેલી અને આવેદનપત્ર કાર્યક્રમ
શ્રી ઇન્દ્રભારતી મહારાજનું સનાતન હિન્દુ સમાજને જાહેર આહવાનઃ સરદારબાગ ખાતે સાધુ-સંતોના નેજા હેઠળ આયોજન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૧: શ્રીપંચ દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાટવડ જગ્યાના શ્રી ઇન્દ્રભારતી મહારાજ ગુરુ શ્રી પ્રેમભારતી મહારાજ દ્વારા સમસ્ત સનાતન હિન્દુ સમાજને ગિરનાર બચાવો આંદોલન માટે જાહેર આહવાન કરવામાં આવ્યું છે.
ગિરનાર સંરક્ષણ સમિતિ તેમજ સાધુ-સંતોના નેજા હેઠળ તારીખ ૨૩/૪/૨૦૨૬ના રોજ સાંજે ૪:૩૦ કલાકે જૂનાગઢ ખાતે સરદારબાગમાં ઝાંસીની રાણીની પ્રતિમા સર્કલ વાળી જગ્યાએ મહારેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
શ્રી ઇન્દ્રભારતી મહારાજ દ્વારા સનાતન હિન્દુ ધર્મપ્રેમી જનતાને આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
