તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
મોરબીના વતની અને 'નર્મદા પુત્ર' તરીકે ઓળખાતા સાંવરિયા મહારાજ બ્રહ્મલીન થયા, કાલે શુલ્પાણેશ્વર મંદિરથી અંતિમ યાત્રા, ભક્તોમાં શોક.
ઉત્તરવાહિની પરિક્રમા શરૂ કરાવનાર સાંવરિયા મહારાજે 28 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા: 29 સપ્ટેમ્બરે શૂલપાણેશ્વર મંદિર ખાતેથી અંતિમ યાત્રા નીકળશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના કે.કે. સાંવરિયા તરીકે જાણીતા અને વર્ષોથી નર્મદા કિનારે વસવાટ કરતા 'નર્મદા પુત્ર' સાંવરિયા મહારાજ નાદુરસ્ત તબિયતના કારણે 28 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે 2:52 વાગ્યે બ્રહ્મલીન થયા છે. સાંવરિયા મહારાજે નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા શરૂ કરાવી હતી અને દર વર્ષે તેઓ જ આ પરિક્રમાની શરૂઆત કરાવતા હતા. ચૈત્ર મહિનામાં એક મહિના સુધી ચાલતી આ પરિક્રમા તેઓ દરરોજ કરતા હતા.
નર્મદા માતાના ચરણોમાં સમાઈ ગયેલા સાંવરિયા મહારાજના પાર્થિવ દેહને આવતીકાલે મંગળવાર, 29 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 7 થી 11 વાગ્યા સુધી નર્મદા કિનારે સ્થિત શૂલપાણેશ્વર મંદિર ખાતે ભક્તોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે શૂલપાણેશ્વર મંદિરથી જ તેમની અંતિમ યાત્રા નીકળશે. સાંવરિયા મહારાજના નિધનથી મોરબી સહિત સમગ્ર નર્મદા કિનારાના અસંખ્ય ભક્તોમાં શોકની લાગણી પ્રસરી છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
