<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સાયલા-સુદામડા હાઇવે પર તંત્રની સપાટો; ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પરો જપ્ત:અઢી કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો

છેલ્લા ચાર દિવસમાં ચોથી વખત થયેલી આ મોટી કાર્યવાહીથી ખનીજચોરોમાં ભારે ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા હાઇવે પર ખનીજ ચોરી અને ગેરકાયદે ખનીજ વહન કરતા તત્વો સામે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. લીંબડી પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન તંત્રની નજરમાંથી બચવા માટે ક્વોરી યુનિટની અંદર ખડકી દેવાયેલા ૧૪ શંકાસ્પદ ડમ્પરોને તંત્ર દ્વારા ઝડપીને સીઝ કરી દેવામાં આવ્યા છે. પકડાયેલા આ ડમ્પરો અને ગેરકાયદે ખનીજ સહિત કુલ અઢી કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેના કારણે છેલ્લા ચાર દિવસમાં ચોથી વખત થયેલી આ મોટી કાર્યવાહીથી ખનીજચોરોમાં ભારે ફફડાટ અને ખળભળાટ મચી ગયો છે.

(10:20 PM IST)