News of Saturday, 9th May 2026
ખંભાળીયામાં કરોડોના ખર્ચે બનેલા હેરીટેજ ગેઇટનાં કામમાં લાખોનો ગોટાળો
ટેન્ડર મુજબ વસ્તુઓ બાકી છે અને પેમેન્ટ ચુકવાઇ ગયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯: પાલિકાના સત્તાધીશો લોકોના પ્રશ્નો હલ કરવામાં ઓછા અને કોન્ટ્રાકટર્સને ‘રાજી' કરવા માટેના કામો કરવા જાણીતા છે ત્યારે વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.
અગાઉના પાલિકા કારોબારી ચેરમેને હિનાબેન આચાર્ય દ્વારા જે હેરીટેજ ગેટ માટે પાંચ લાખ પણ તંત્ર આપતું નહતું તે ગેટનું મહત્વ તથા વીડીયોગ્રાફી સાથે રજુઆત કરીને ૩ાા કરોડ રૂપિયા મંજુર કરાવ્યા અને તે પછી કામ શરૂ થયું અને તાજેતરમાં પૂર્ણ થયું અને લોકાર્પણ થયું પરંતુ આ કામમાં કરોડોના કામમાં લાખોની ‘ગરબડ' થઇ ગયાનું બહાર આવ્યું છે!!
જે સલાયા ગેઇટ, પોટગેઇટ તથા દ્વારકા ગેટ જેવા ઐતિહાસિક દરવાજાઓને રજવાડી લૂક આપીને જાજરમાન બનાવાયા છે તેમાં ટેન્ડરની શરતો મુજબ કામ અને વસ્તુઓ થઇ નથી છતાં પેમેંટ ‘આરામ'થી ચુકવાઇ ગયું!!
આ કામ નિયમ મુજબ જેટલું ના થયું હોય તે પૂર્ણ કરવા જે નિયમ મુજબ ટેંડર મુજબ વસ્તુઓ લખી હોય તે નાખવા તે મુજબ કામ કરવા અથવા તેટલી રકમ પાલિકામાં પરત જમા કરવાની પણ માંગ કરવામાં આવી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
