<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ભાવનગરમાં અંગ દઝાડતી ગરમી : ૪૨.૫ ડિગ્રી ગરમી અને બપોરે ૪૨ કિ.મી. ની ઝડપે ગરમ પવન ફૂંકાયો

બપોરે ગરમ લુ ફેંકાતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન :ગરમીથી લોકો તોબા પોકારી ગયા .

 વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર શહેરમાં આજે કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. મહત્તમ તાપમાન બે ડિગ્રી વધીને ૪૨.૫ ડિગ્રી એ પહોંચતા લોકો પરસેવે નાયા હતા. બપોરે પંખામાંથી ગરમ હવા ફેકાતી હતી. રસ્તાઓ સુમસાન ભાસતા હતા. બપોરે ગરમ લુ ફેંકાતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન થયા હતા. મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાયો હતો. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન બે ડિગ્રી વધીને   ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૯ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૪૨ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

(7:04 PM IST)