News of Tuesday, 5th May 2026
સૌરાષ્ટ્ર- કચ્છમાં ધોમધખતો તાપ યથાવતઃ સુરેન્દ્રનગર ૪૩.૫ ડિગ્રી
મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ તા.પઃ રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ વચ્ચે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. સુરેન્દ્રનગરમાં મહતમ તાપમાન ૪૩.૫ ડિગ્રી નોંધાયુ હતું.
સુરેન્દ્રનગર
(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૪૩.૫ ડિગ્રી સુધી નોંધાયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધતા તંત્રની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં હિટસ્ટ્રોક લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે ગરમી ના કારણે નાના બાળકો વળદ્ધો અને મહિલાઓને તેમજ અશક્ત લોકોને ગરમી લાગી જતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ ઘટનાઓમાં વધારો થયો છે.
હાલના તબક્કામાં ૪૩.૫ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે ત્યારે ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર પાણી છટકાવવાની કામગીરી છાંયડો કરવાની કામગીરી ઠંડાપીણાના વિતરણ કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તેવી પણ સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા જણાવાયુ છે કે, મહતમ તાપમાન ૩૭ ડિગ્રી, લઘુતમ ૨૬ ડિગ્રી, ભેજ ૭૫ ટકા, પવનની ગતિ ૧૧.૪ કિ.મી. રહી હતી
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
