<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાળઝાળ ગરમીઃ સુરેન્‍દ્રનગરમાં ૪પ.પ ડિગ્રી

અસહય ઉકળાટથી આખો દિવસ અને રાત્રીના લોકો ત્રાહીમામ

તસ્‍વીરમાં ગોંડલમાં વાળછાયુ વાતાવરણ નજરે પડે છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ર૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહતમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૭.ર, લઘુતમ ર૭ ડિગ્રી ભેજ ૭૦ ટકા, પવનની ઝડપ ૧૩.પ કિ.મી. રહી છે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો ૪૫.૫ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી ગયો છે, જે હાલ સમગ્ર રાજ્‍યમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. આગામી બે દિવસ એટલે કે ૧૩ અને ૧૪ મે દરમિયાન જિલ્લામાં હીટવેવની સ્‍થિતિ યથાવત રહેવાની પ્રબળ શકયતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા ‘ઓરેન્‍જ એલર્ટ' જાહેર કરવામાં આવ્‍યું છે. આ આકરી ગરમી અને લૂની અસરોથી બચવા માટે નાગરિકોને અત્‍યંત સાવચેતી રાખવા અને તકેદારીના પગલાં અનુસરવા ખાસ વિનંતી કરવામાં આવે છે.

તીવ્ર ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી કે સીધા સૂર્યપ્રકાશમાં રહેવાથી તાાયુઓમાં ખેંચાણ, ભારે નબળાઈ, ચક્કર આવવા, અસહ્ય માથાનો દુખાવો અને ઉબકા આવવા જેવા લક્ષણો જણાઈ શકે છે. જો આવી કોઈ પણ શારીરિક તકલીફ અનુભવાય તો જરા પણ વિલંબ કર્યા વિના તુરંત જ નજીકના સરકારી દવાખાના કે નિષ્‍ણાત ડોક્‍ટરનો સંપર્ક કરવો અત્‍યંત આવશ્‍યક છે.

(1:10 PM IST)