તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
યાત્રાધામ દ્વારકામાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ: 10 ફૂટ ઊંચા તોફાની મોજાં ઉછળ્યા : પ્રવાસીઓ રોમાંચિત : તંત્ર એલર્ટ પર
પ્રિ-મોન્સૂનની અસરથી દ્વારકાના દરિયામાં કરંટ તેજ, સુદામા સેતુ અને ગોમતી ઘાટ પાસે પ્રવાસીઓની ભીડ, પોલીસે સાવચેતીના પગલાં લીધા

દ્વારકા તા.૩૦ યાત્રાધામ દ્વારકામાં પ્રિ-મોન્સૂનની અસરથી દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે સવારથી જ દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા તોફાની મોજાં ઉછળી રહ્યા છે. દરિયાના આ રૌદ્ર રૂપને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રિકો ગોમતી ઘાટ અને સુદામા સેતુ પાસે ઉમટી પડ્યા છે.
દરિયાના ઊંચા મોજાં અને તેજ પવનને કારણે સમગ્ર વાતાવરણ રોમાંચક બન્યું છે. પ્રવાસીઓ આ નજારો પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા છે. જોકે, દરિયામાં વધતા કરંટ અને તોફાની મોજાંને ધ્યાને લઈને સ્થાનિક તંત્ર અને પોલીસ એલર્ટ મોડ પર આવી ગયું છે
દ્વારકા પોલીસ દ્વારા ગોમતી ઘાટ અને દરિયા કિનારે પ્રવાસીઓને પાણીમાં ન જવા સૂચના આપવામાં આવી રહી છે. કિનારા પર બેરિકેડિંગ કરી પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દરિયાઈ સુરક્ષા માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવા અને દરિયો વધુ તોફાની બનવાની આગાહી કરી છે. તંત્રએ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
