<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

સુરેન્‍દ્રનગરમાં હાર્દિક સાંતલપરાની હત્‍યા કરનાર પ શખ્‍સોની શોધખોળ

પોલીસની કડક કાર્યવાહીની ખાત્રી બાદ મૃતદેહ પરિવારજનોએ સ્‍વીકાર્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ :.. સુરેન્‍દ્રનગરના મેડિકલ કોલેજ પાછળ આવેલા મેલડીપરા વિસ્‍તારમાં હનુમાનજીના મંદિર નજીક યુવકને છરીના ઘા જીતી અને હત્‍યા કરવામાં આવી છે હાર્દિક સાંતલપરા નામના યુવકની હત્‍યા કરવામાં આવતા ચકચાર ફેલાઈ જવા પામ્‍યો છે. ત્‍યારે હાર્દિક દ્વારા બે મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા પ્રેમી યુગલને પોતાના ઘરમાં આશરો આપવામાં આવ્‍યા હોવાનું શંકા રાખી અને બે મહિનાથી તેની સાથે પાંચ ઈસમો બોલાચાલી કરતા હતા અને વારંવાર ધમકીઓ પણ આપતા હતા.

ત્‍યારબાદ હાર્દિકને સમાધાન માટે બોલાવવામાં આવ્‍યો હતો અને ત્‍યારબાદ સમાધાનમાં બોલાવવામાં આવેલા હાર્દિક સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્‍યારબાદ તેને હોંડામાં બેસાડી અને લઈ જવામાં આવી રહ્યો હતો અને પાછળ બેઠેલા યુવક દ્વારા તેને છરીના ઘા જીતવામાં આવ્‍યા હતા. જેને લઇને તેના શરીરમાંથી બ્‍લડિંગ થઈ ગયું હતું અને તેનું મોત નીપજવા પામ્‍યું હોવાનું તપાસમાં ખુલવા પામ્‍યું છે.

ત્‍યારે મળતકના પરિવારજનોએ ઙ્કથમ તબક્કામાં મળતદેહ નો સ્‍વીકાર કરવા માટેનો ઇનકાર કરવામાં આવ્‍યો હતો અને જ્‍યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્‍યાં સુધી મળતદેહ સ્‍વીકાર કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી પરંતુ ત્‍યારબાદ તે એએસપી તથા પોલીસ સ્‍ટાફ દોડી ગયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયત્‍ન હાથ ધરવામાં આવ્‍યો હતો અને પરિવારજનો સાથે બેઠક કરી અને ન્‍યાયની ખાતરી આપવામાં આવતા મળતદેહનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો હતો.

ત્‍યારે આ અંગે રવિ રાજુભાઈ ઝિંઝુવાડીયા રોહિત ચકાભાઇ કોરડીયા રણજીત ઠાકોર સચિન જીવાભાઈ પીન્‍ટુ નિલેશ ઉર્ફે બોડિયો સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે અને આ તમામ પાંચ આરોપી ફરાર બન્‍યા છે તેની શોધખોળ માટે બ્રાન્‍ચની અને અલગ અલગ ચાર જેટલી ટીમોને કામે લગાવવામાં આવી છે ત્‍યારે આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને પરિવારજનોને ન્‍યાય અપાવવા અંગેની પોલીસે તજવીજ શરૂ કરી છે

(11:14 AM IST)