તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
બુધવારથી ધોરાજીના તોરણીયા નકલંકધામમાં બે દિવસીય અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે
પુ. રાજેન્દ્રદાસબાપુના સાનિધ્યમાં ધ્વજારોહણ મહાઆરતી અને સંતવાણીના કાર્યક્રમ કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ, બિરજુ બારોટ સહિત એકડઝનથી વધુ કલાકારો બે દિવસ સુધી જમાવટ કરશે ૧ લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે તડામાર તૈયારીઓ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, ૧૦: ધોરાજી તાલુકાના તોરણીયાગામ આવેલ નકલંક ધામ ખાતે શ્રી ધર્મભુષણ સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુ ઉપાધ્યક્ષ શ્રી અખિલભારતી સંત સમિતિ ગુજરાત પ્રદેશ અને મહંતશ્રી પ.પુ. સંતશ્રી સેવાદાસ બાપા આશ્રમ નકલંકધામ તોરણીયા હરીદ્વાર રામદેવપરા અને લઘુ મહંત વિજયદાસબાપુના સાનિધ્યમાં આગામી તા.૧૫ને બુધવાર અને તા. ૧૬ ને ગુરૂવાર દ્વિદિવસીય અષઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે.
જેની અત્યારથી તડામાર તૈયારીઓ થઇ રહી છે પુ. રાજેન્દ્રદાસ બાપુએ જણાવ્યુ હતુ કે બે દિવસના આ ધર્મોત્સવમાં ૧ લાખથી વધુ ભાવિકો આ અષાઢી બીજપર્વે દર્શનનો અને ભોજનપ્રસાદનો લાભ લે છે જેને ધ્યાનમાં લઇ ભાવિકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની કાળજી લઇ તમામ પ્રકારની તૈયારીઓને અંતિમ ઓય આપવામાં આવી રહયો છે.
પુ. બાપુ એ વધુમાં જણાવ્યુ હતું કે બુધવાર સાંજે ૭ વાગ્યે આરતી અને રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં રામદાસજી ગોંડલીયા, પરસોતમપરી બાપુ, જીજ્ઞેશ કવિરાજ, બિરજુ બારોટ, ગોપાલ સાધ,ુ જીતુભાઇ ભાનુશાળી, પ્રકાશ ગોહિલ, પોપટભાઇ માલધારી સહિતના કલાકારો જમાવટ કરશે તેમજ ગુરૂવારે અષાઢી બીજના રોજ સવારે ૮ કલાકે ધ્વજારોહણ અને બપોરે સમુહ મહાપ્રસાદ અને સાંજે ૭ કલાકે મહાઆરતી અને રાત્રે સંતવાણી ભજનના કાર્યક્રમમાં રામદાસજી ગોંડલીયા કિર્તીદાન ગઢવી શૈલેષ મહારાજ દેવાયત ખવડ બિરજુ બારોટ ગોપાલ સાધુ અને પોપટભાઇ માલધારી સહિતના કલાકારો જમાવટ કરશે તો આ અવસરે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા પુ. રાજેન્દ્રદાસ બાપુ અને વિજયદાસબાપુ એ જાહેર આમંત્રણ પાઠવ્યુ છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
