<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

માધવપુર યાત્રાધામમાં બીજા તબક્કાના વિકાસ કાર્યોઃ ૪૩.૭ર કરોડના ખર્ચે જાહેર સુવિધા

માધવરાયજીના મંદિરના કાયાકલ્‍પ સાથે ર૦૦ મીટર લાંબો બીચ ફન્‍ટઃ અદ્યતન ફુડ ઝોનઃ પ્રવાસીઓ માટે વિશાલ પાર્કિંગઃ કલાત્‍મક સ્‍થાપત્‍યો સુંદરતા વધારશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮: દેશ-વિદેશમાં સુવિખ્‍યાત માધવપુર મંદિર યાત્રાધામના વિકાસના બીજા તબક્કામાં ૪૩.૭ર કરોડના ખર્ચે અદ્યતન જાહેર સુવિધાના કામ શરૂ થઇ રહયાનું કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાએ એકસ-હેન્‍ડલ માહિતી આપી હતી.

કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇએ માહિતી આપેલ કે રૂા. ૪૩.૭ર કરોડના બીજા તબક્કાના વિકાસકાર્યોથી માધવપુરનું શ્રી કૃષ્‍ણ-રૂકમણીજી યાત્રાધામ વધુ ભવ્‍ય અને સુવિધાસભર સ્‍વરૂપમાં વિકસિત થશે.  શ્રી માધવરાયજી મંદિરના કાયાકલ્‍પ સાથે ર૦૦ મીટર લાંબો બીચ ફન્‍ટ, આધુનિક ફુડ ઝોન અને વિશાળ જાહેર સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.

માધવપુર યાત્રાધામમાં શ્રધ્‍ધાળુઓ અને પ્રવાસીઓ માટે વિશાળ પાર્કિંગ, આકર્ષક જાહેર સ્‍થળો તેમજ કલાત્‍મક સ્‍થાપત્‍યો યાત્રાધામની સુંદરતા અને ભવ્‍યતામાં વધારો કરશે. સુગમ માર્ગવ્‍યવસ્‍થા, વિશાળ એપ્રોચ રોડ અને અદ્યતન માળખાકીય સુવિધાઓ દ્વારા સમગ્ર પરિસરને વધુ સુવ્‍યવસ્‍થિત અને આધુનિક બનાવવામાં આવશે. તેમ ડો. મનસુખભાઇએ એકસ હેન્‍ડલ ઉપર મહિતી આપી જણાવેલ છે

 

કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાએ માધવપુર શ્રી કૃષ્‍ણ-રૂકમણીજી યાત્રાધામમાં બીજા તબક્કાના વિકાસ કાર્યો શરૂ થઇ રહયાનું એકસ હેન્‍ડર ઉપર માહીતી આપી.

(12:08 PM IST)