તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 27th October 2026
જૂનાગઢ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓ અસહકાર આંદોલનમાં જોડાશે
હિતોના રક્ષણ માટે લડત અને વ્યાજબી માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહિં આવે તો રાજય વ્યાપી તારીખઃ ૯ અને ૧૦ ડિસેમ્બરે હડતાલમાં જોડાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭: જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જી. પી. કાઠીની યાદીમાં જણાવે છે કે ગુજરાત રાજયમાં ૧૭,૦૦૦/- જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કાર્યરત છે. આ શાળાઓમાં પ૦,૦૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને પ,૦૦,૦૦૦ જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. ગુજરાત રાજય સ્વનિર્ભર સંચાલક મહામંડળ દ્વારા અવાર નવાર સરકાર સમક્ષ સ્વનિર્ભર શાળાઓના હિતો, અધિકારો અને અસ્તિત્વના રક્ષણ માટે તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની માંગણીઓ અને પ્રશ્નોનું યોગ્ય નિરાધરણ નહિં કરવામાં આવે તો ગુજરાત રાજયની ૧૭,૦૦૦ જેટલી શાળાઓ તારીખઃ ૯ અને ૧૦ ડિસેમ્બરે બંધ રાખવાનું મહામંડળ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે.
તાજેતરમાં બોર્ડની જાહેર પરીક્ષા સંદર્ભે સ્કૂલ રજીસ્ટ્રેશન, ટીચર્સ રજીસ્ટ્રેશન અને વાર્ષિક નિરીક્ષણ અહેવાલ રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવશે નહિં. એફઆરસીમાં એફિડેવીટ કે દરખાસ્ત રજુ કરવામાં આવશે નહિં. તે બાબતોને લઇને ગુજરાત રાજયની તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અસહકાર આંદોલનમાં જોડાશે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા તારીખઃ ૩૦-૧૦-ર૦ર૬ના રોજ સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓના લગભગ ૧પ૦૦ જેટલા સંચાલકોનું સંમેલન સવારે ૧૦:૦૦ વાગ્યે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ સંમેલનમાં મહામંડળ દ્વારા આગળની રણનીતિ નકકી કરવામાં આવશે. તેમ જી. પી. કાઠી પ્રમુખ શ્રી જુનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જુનાગઢની યાદીમાં જણાવ્યું છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
