તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 5th November 2026
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમા વન નેશન વન સબસ્ક્રિપ્શન વિષય પર સેમિનાર યોજાયો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢઃ તા.પ, કૃષિ યુનિવર્સિટી લાઈબ્રેરી, ઇનફલીબનેટ સેન્ટર,(ગાંધીનગર),અને આઇસીએઆર ના સંયુક્ત ઉપક્રમે ‘‘રીજીયોનલ વન ડે ટ્રેનીંગ-કમ- અવેરનેશ પ્રોગ્રામ ઓન વન નેશન વન સબસ્ક્રિપ્શન ફોર વેસ્ટર્ન રીજીયન'' અંતર્ગત યુનિવર્સિટી કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
ઉચ્ચ શિક્ષણ તથા સંશોધન સંસ્થાના શિક્ષકો અને વૈજ્ઞાનિકોને ગુણવત્તાસભર આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ્સ તથા અન્ય શૈક્ષણિક ઈ- રીસોર્સીસ સરળતાથી પ્રાપ્ત કરાવવાના ઉદેશ્યથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વેસ્ટર્ન ઝોનના ૨૮ થી વધુ સંસ્થાના ૧૨૦ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ડો.પી.એસ.ગોધાણી( નિવળત્ત વૈજ્ઞાનિક જીએયુ, ગુજરાત) , ડો.એ.જી. પાનસુરીયા, (સંશોધન નીયામક), ડો.એન.બી.જાદવ, (વિસ્તરણ શિક્ષણ નિયામક્),ડો. એચ.કે. ત્રિપાઠી,(ઇન્ચાર્જ આઈસીએઆર પ્રતિનિધિ), ડો. કળતિ ત્રિવેદી( વૈજ્ઞાનિક-ઈન ફલીબનેટ સેન્ટર)ડો. દિનેશ રંજન પ્રધાન(ઇનફલીબનેટ સેન્ટર) ડો. પી.ડી.કુમાવત, આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય તેમજ પોલીટેકનીક કોલેજના આચાર્ય અને વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ઉપસ્થિત તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. આભાર વિધિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી લાઇબ્રેરી ઇન્ચાર્જ અને પ્રોગ્રામ કો ઓર્ડીનેટર ડો.પી.એસ.શર્મા દ્વારા કરવામાં આવી હતી.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
