<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સાવરકુંડલા નગર પાલિકાની સામાન્‍ય સભામાં સિનિયર કાઉન્‍સિલર મહેતાના પ્રશ્‍નો વંચાણે નહીં લેતા ચકમક ઝરી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા , તા.૪: નગર પાલિકા ની સામાન્‍ય સભા મળી હતી જેમ તમામ ઠરાવો માં વિરોધ નોંધાવેલ હતો અને સિનિયર સભ્‍ય ધર્મેન્‍દ્ર મહેતાની લેખિત માગણીના પત્ર નું વાચન નો કરતા તંદુરસ્‍ત ચકમક ઝરી હતી.

સામાન્‍ય સભા પાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા ના અધ્‍યક્ષ સ્‍થાને મળી હતી જેમ સામાન્‍ય સભામાં કુલ આઠ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચરણ કરવા ાં આવી હતી. જેમાં સાત મુદ્દાઓમાં કોંગ્રેસના અગિયાર સભ્‍યો એ વિરોધ નોંધાવેલ હતો  અને સિનિયર કોંગ્રેસના સભ્‍યો ધર્મેન્‍દ્રભાઈ મહેતાએ પોતાના વિસ્‍તાર ના પ્રશ્‍નો અંગે લેખિત રજૂઆત કરેલ હતી તે પ્રશ્‍નો પાલિકા ની જનરલ સભામાં પાલિકા પ્રમુખ એ વંચાણે નો લેતા ધર્મેન્‍દ્ર મહેતા એ આક્રોશ માં આવી ને કહેલ કે મારા પ્રશ્‍નો વાચો નહીંતર હું ઉપવાસમાં બેસી જાય તેવી ચીમકી આપી હતી ત્‍યારે સતાધારી ભાજપ ના સભ્‍યો એ ભારત માતા કી જયના નારા  લાગ્‍યા હતા અને ત્‍યાર બાદ પાલિકા પ્રમુખ શ્રી મતિ કાપડિયા એ ધર્મેન્‍દ્ર મહેતાના પ્રશ્‍નો વાંચી સંભળાવેલ હતા અને તે પ્રશ્‍નો હલ કરવાનું કહેલ હતું તેમ કહી જનરલ સભાનું કામકાજ પૂર્ણ કરવામાં આવેલ હતું.

(10:46 AM IST)