<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

જામનગરમાં મનપાના હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાઃ મેયર પદ મહિલા માટે અનામત

પ્રથમ નાગરીક માટે મોનીકા વ્‍યાસ, તૃપ્‍તી ખેતીયા અને નિશા અસ્‍વારના નામોથી ચર્ચાઃ સ્‍ટેન્‍ડીંગ માટે પાર્થ કોટડીયા તથા આશીષ જોશી વચ્‍ચે રેસ

જામનગરઃ શહેરની કોર્પોરેશનમાં  મનપામાં ભવ્ય જીત બાદ હવે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવા મહત્વના હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં જાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નામો નક્કી કરવામાં આવશે. અઢી વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા અનામત જાહેર થતા ભાજપની 30 મહિલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામી છે.

 મનપામાં ભવ્ય જીત બાદ હવે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવા મહત્વના હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં જાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નામો નક્કી કરવામાં આવશે. અઢી વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા અનામત જાહેર થતા ભાજપની 30 મહિલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામી છે,

જેમાં મોનીકા વ્યાસ, તૃપ્તિ ખેતીયા અને નિશા અસ્વારના નામોની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. બીજી તરફ, સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે પાર્થ કોટડીયા અને આશિષ જોશી રેસમાં છે, જ્યારે અમર મોદી, જીતુ સિંગળા અને સંજય મૂંગરાએ પણ આ પદ માટે લોબિંગ શરૂ કર્યું હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

(1:44 PM IST)